અસારવા: રિવરફ્રન્ટ હવે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે, દારૂ પીતાનો વિડીયો વાયરલ થયો
અમદાવાદ રિવરફ્રન્ટ હવે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં કેટલાક યુવકો હાથમાં દારૂનો ગ્લાસ લઈને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જાહેર સ્થળે આવી હરકતો સામે લોકોમાં રોષ ફેલાયો છે અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકો દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે, વિડીયો 25 તારીખના 4:30 કલાકે સોશિયલ મીડિયામાં સામે આવ્યો