લાખણી તાલુકાના વકવાડા ગામના આર્મી જવાન પરમાર મહેન્દ્રભાઈ સદાભાઈએ ભારતીય સેનાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.મહેન્દ્રભાઈના સ્વાગત માટે ગામના તમામ સમાજના લોકો, વડીલો, યુવાનો અને સગા-સંબંધીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. પેપલું ગામમાં નકલંગ ભગવાનના દર્શન કર્યા બાદ, પેપલુંથી વકવાડા ગામ સુધી ડી.જે.ના દેશભક્તિ ગીતો સાથે ભવ્ય રેલી યોજી સ્વાગત કરાયું હત