ગોધરા: મોરડુંગરા ગામે લગ્ન પ્રસંગમાં ડીજે સંચાલકોએ મર્યાદા વટાવી: સોશિયલ મીડિયા પર ફોલોવર્સ વધારવા વગાડ્યા અભદ્ર ગીતો
ગોધરા તાલુકાના મોરડુંગરા ગામે લગ્ન પ્રસંગમાં સામાજિક મર્યાદાઓ નેવે મૂકતો કિસ્સો સામે આવ્યો છે. અહીં 'છોટુ સાઉન્ડ' અને 'રોની સાઉન્ડ' નામના બે ડીજે સંચાલકો વચ્ચે યોજાયેલી સ્પર્ધામાં જાહેરમાં મોટા અવાજે અત્યંત અભદ્ર અને અશ્લીલ ગીતો વગાડવામાં આવ્યા હતા.ઇન્સ્ટાગ્રામ પર સસ્તી લોકપ્રિયતા અને ફોલોવર્સ મેળવવા માટે સંચાલકોએ આ ઘટનાનો વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો હતો. ધ્વનિ પ્રદૂષણ અને અશ્લીલતા ફેલાવતા આ વીડિયો સામે સ્થાનિકોમાં ભારે આક્રો