મહુવા: પુના ગામની આદિમજૂથની વિખૂટી પડેલી 8 વર્ષીય બાળકીનું પરિવાર સાથે મિલન કરાવતી મહુવા પોલીસ.
Mahuva, Surat | Mar 2, 2026 અંબિકા તાલુકાના તરકાણી ગામની સીમમાંથી પસાર થતી નહેર નજીક એક બાળકી રડી રહી હતી જેને સ્થાનિકે જોતા અજાણી બાળકી હોય અને રડતું બાળક જોઈને જાગૃત નાગરિક દ્વારા 112 પર કોલ કરી જાણ કરવામાં આવી હતી.112 પર જાણ થતાં પોલીસ તરત તરકાણી નહેર નજીક પહોંચી હતી 8 વર્ષીય બાળકી ના અતિ રુદન વચ્ચે પોલીસે બાળકી ને ખુબજ પ્રેમાળ શબ્દોમાં પૂછ પરછ કરતા આઠ વર્ષીય બાળકી એ પોતાનું નામ સરનામું જણાવ્યું હતું આ આઠ વર્ષીય બાળકી હાલ એમના કાકા જોડે રહે પુના ગામે રહે છે .