પૂર્વ કચ્છ એલસીબી પોલીસે બાતમીના આધારે આરોપી જયંતી અરજણભાઈ કોલી (૨હે. નવી દુધઈ તા.અંજાર)ના રહેણાંક મકાનમાં રેઇડ કરતા 67,900 ની કિંમતની 48 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂની બોટલો અને મોબાઈલ ફોન સહિત કુલ 72,900 નો મુદ્દામાલ કબજે કરી હાજર ન મળી આવેલ આરોપી જયંતી અરજણભાઈ કોલી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે દુધઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.