પલસાણા ગામે આહીર ફળિયા ખાતે રહેતા 21 વર્ષીયપિયુષ પ્રકાશભાઈ સેન, જેમણે SY BA ચાલુ અભ્યાસ માં પરીક્ષા પાસ કરી તારીખ 1 મે 2025 ના રોજ ઇન્ડિયન આર્મીમાં અગ્નિવીર ટ્રેનિંગમાં ગયા હતા ત્યાં 7 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી અને જેસલમેર રાજસ્થાન ખાતે પોસ્ટિંગ મળતા આજે શનિવારે પોતાના વતન પલસાણા ખાતે આર્મીમાં જોડાયા બાદ પ્રથમ વખત પધારી રહ્યા છે, તે નિમિત્તે સ્વાગત સન્માન તેમજ રેલીનું આયોજન રાખવામાં આવ્યું હતું આ રેલી પલસાણા પોલીસ મથકથી શરૂ કરી ગામ ફરી હતી.