બાંગ્લાદેશમાં હિન્દૂ યુવક દીપચંદ્ર દાસની હત્યાના પડઘા ડભોઇમાં પડ્યા છે. આ ઘટનાના વિરોધમાં ડભોઇ શહેરની વડોદરી ભાગોળ ખાતે વિશ્વ હિન્દૂ પરિષદ તથા બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણાં યોજવામાં આવ્યા હતા. પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ બાંગ્લાદેશમાં હિન્દૂઓ પર થઈ રહેલા અત્યાચારની કડક શબ્દોમાં નિંદા કરી હતી. પ્રદર્શનકારોએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હાલ હિંસાની પરિસ્થિતિ સર્જાઈ છે અને ત્યાં વસતા અલ્પસંખ્યક હિન્દૂ સમુદાયને નિશાન બનાવી હુમલાઓ