મહેસાણા: મહેસાણામાં રૂપિયા 50.78 કરોડના ખર્ચે બનશે નવું જિલ્લા પંચાયત ભવન
મહેસાણામાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલ નવીન જિલ્લા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રૂપિયા 50.78 કરોડના ખર્ચે બનનાર આ ભવનથી નાગરિકોને વહીવટી સુવિધાઓ એક જ સ્થળે મળશે.