ગોધરા: ઇદગાહ મહોલ્લા મેસરી નદીના કીનારે ખુલ્લામાં વરલી મટકા આંક ફરકના આંકડાનો જુગાર રમતા એક ઇસમને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો
પંચમહાલ એલસીબી પોલીસે ગોધરાના ઇદગાહ મહોલ્લા પાસે મેસરી નદીના કિનારે ખુલ્લામાં વરલી મટકાનો જુગાર રમતા એક ઇસમને ઝડપી પાડ્યો છે. ખાનગી બાતમીના આધારે પોલીસે રેઇડ કરીને હનીફ ઉર્ફે ભુરીયો તાસીયો હુસેન ગીતેલી નામના આરોપીને રંગેહાથ પકડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી પાસેથી અંગ ઝડતીના રોકડા રૂા. ૧૪,૧૨૦ અને આંકડા લખેલી સ્લીપ બુક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગા