ખંભાત: મેતપુર પ્રા. શાળા ખાતે ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પોષણ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો.
Khambhat, Anand | Sep 22, 2025 ખંભાતની મેતપુર પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ચિરાગભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પોષણ માસ અંતર્ગત પોષણ ઉત્સવનુ આયોજન આઇસીડીએસ શાખા દ્વારા કરવામાં આવ્યું હતુ.પોષણ ઉત્સવમાં આંગણવાડીમાંથી મળતા પેકેટ અને અનાજમાંથી બનાવેલ વિવિધ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન નાના ભૂલકાઓ દ્વારા સર્વધર્મ સમભાવ દર્શાવતી એક કૃતિ રજૂ કરવામાં આવી હતી.પોષણ વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર વિજેતાઓએ ઇનામ પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.