ગોધરા: શહેર બી ડિવિઝન રાયોટીંગ કેસમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફ્લો સ્ક્વોડે ઇદગાહ પાસેથી દબોચ્યો.
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટીંગ કેસમાં લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડે ઝડપી પાડ્યો છે. ઉચ્ચ અધિકારીઓના આદેશ મુજબ ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન એ.એસ.આઈ.ને મળેલી બાતમીના આધારે ઈદગાહ નજીક વોચ ગોઠવી આરોપીને દબોચવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ વધુ કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.