અમદાવાદ શહેર: ગુજરાત હાઇકોર્ટે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન આપ્યા, કોર્ટ કાર્યવાહી સિવાય ડેડીયાપાડામાં પ્રવેશી શકશે નહીં
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડીયાપાડા પોલીસ મથકે ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અપશબ્દો બોલવા, માર મારવો, તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા જેવા ગુના અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ચૈતર વસાવાએ ચાર્જશીટ ફાઇલ થયા બાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.