04 થરાદ-ડીસા હાઇવે પર આજે વહેલી સવારે બાઇક અને ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટના ડીસા હાઇવે પર હરિપુરા પાટિયા નજીક મલપુર ગૌશાળા પાસે બની હતી. અકસ્માતમાં બાઇક પર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ, વહેલી સવારે ડીસા તરફથી આવી રહેલા બાઇકને થરાદ તરફથી રોંગ સાઇડમાં આવી રહેલી ગાડીએ ટક્કર મારી હતી.