ગોધરા: પંચમહાલ એસ.ઓ.જી. એ વ્હેલ માછલીની શંકાસ્પદ ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે બે ઇસમોને પકડી પાડ્યા
પંચમહાલ એસઓજી પોલીસે બાતમીના આધારે અમદાવાદ-ગોધરા હાઇવે ભામૈયા પાસેથી ઇકો ગાડીમાં જતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ પ્રતિબંધિત વ્હેલ માછલીની શંકાસ્પદ ઉલ્ટી ઘન સ્વરૂપમાં મળી આવી છે. આ જથ્થાનું વજન ૮૬૦ ગ્રામ છે, જેની કિંમત રૂ. ૮૬,૦૦,૦૦૦ થાય છે. પકડાયેલા આરોપીઓ ભારતભાઇ વાગડીયા અને વિપુલભાઇ નિનામા વાવડી ખુર્દ ગામના રહેવાસી છે. પોલીસે સ્થળ પર એફ.એસ.એલ. અને ફોરેસ્ટ વિભાગની ટીમને બોલાવી જરૂરી સેમ્પલો લેવડાવી ચકાસણ