મોડાસા: સોની ભવન ખાતે શ્રીમાળી સોની સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં બાલિકા પૂજન યોજાયું.
મોડાસા શહેરના ડીપ વિસ્તારની માઝૂમ સોસાયટી ખાતેની સોની ભવન ખાતે શ્રીમાળી સોની સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના ત્રીજા નોરતે રાત્રીના 10 કલાકે ભારત વિકાસ દવારા લક્ષ્મી સ્વરૂપા 21 બાલિકાઓનું કુમકુમ તિલક કરી આરતી ઉતારી પૂજન કરવામાં આવ્યું હતું.