ચોમાસા પહેલા જ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.અમદાવાદના ગોતા અંડરપાસમાં ગટર લાઈન તૂટતા અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે. અંડરપાસની કામગીરી દરમિયાન ડ્રેનેજ લાઇન ક્ષતિગ્રસ્ત થતા ગંદા પાણી ભરાયા છે.છતાં તંત્ર પાણીના નિકાલમાં આળસ દાખવી રહ્યું છે. પ્રજા પરેશાન અને તંત્ર નિદ્રાધીન.