ગોધરા: પંચમહાલ LCBની મોટી કાર્યવાહી: ખૂનની કોશિશના કેસમાં ફરાર બે આરોપી વાવડી ખુર્દ પાસેથી ઝડપાયા
પંચમહાલ LCBએ ખૂનની કોશિશના કેસમાં ફરાર બે વોન્ટેડ આરોપી મુસ્તાક મુસા પોલ અને અલ્માસ મુસ્તાક પોલને ઝડપી પાડ્યા. બંને આરોપીઓ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં લાંબા સમયથી નાસતા હતા. હ્યુમન સોર્સીસ અને ટેક્નિકલ સર્વેલન્સથી મળેલી બાતમી મુજબ તેઓ અમદાવાદથી ગોધરા આવતી એસ.ટી. બસમાં હતા. વાવડી ખુર્દ ટોલનાકા પાસે નાકાબંધી કરી પોલીસે બસમાંથી બંનેને ઝડપી લીધા. ત્યારબાદ તેમને આગળની કાર્યવાહી માટે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા.