કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુર ખાતે 'ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ' યોજના અંતર્ગત કાલોલ તાલુકાના સાતમણા ક્લસ્ટરના ૧૨૫ સ્વયં પ્રેરિત ખેડૂતો માટે જિલ્લા કક્ષાની પ્રાકૃતિક કૃષિ તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આત્મા પ્રોજેક્ટ, પંચમહાલના પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી ભાવિન મહેતાના કુશળ માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તાલીમ દરમિયાન નિષ્ણાંતો દ્વારા પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આયામો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.જેમાં જીવામૃત અને બ