તારાપુર: તારાપુરના એક ગામની સગીરાએ આણંદની હોસ્ટેલમાં જીવન ટૂંકાવ્યું
Tarapur, Anand | Mar 3, 2026 તારાપુરના એક ગામની આણંદની ડી.એન. હાઈસ્કૂલમાં ધોરણ-11માં અભ્યાસ કરતી હતી. ઉચ્ચ અભ્યાસના હેતુથી તેને આણંદ ખાતે આવેલી ડી.એન. હોસ્ટેલમાં રાખવામાં આવી હતી. ગત વર્ષે જ તેણે અહીં પ્રવેશ લીધો હતો અને હોસ્ટેલના બ્લોક નંબર 57માં રહેતી હતી.કોઈ અગમ્ય કારણોસર ધરતીએ હોસ્ટેલના રૂમમાં જ આપઘાત કરી લેતા હોસ્ટેલ સંચાલકો અને અન્ય વિદ્યાર્થિનીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.ઘટનાની જાણ થતાં જ આણંદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.પી.એમની કાર્યવાહી હાથ ધરી છે.