તારાપુર: સર્વિસ રોડ પર કારે રોડ ક્રોસ કરતા આધેડને ટક્કર મારતાં કમકમાટીભર્યું મોત
Tarapur, Anand | Oct 21, 2026 તારાપુરની ન્યુ ગંગોત્રી હોટલ સામે આવેલા સર્વિસ રોડ ઉપર પુરપાટ ઝડપે જતી કારે રોડ ક્રોસ કરતા આધેડને ટક્કર મારતાં તેમનું સારવાર મળે તે પહેલા જ કમકમાટીભર્યુ મોત થયું હતુ. આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને કારના ચાલકની અટકાયત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.