મનપા ખાપટ વિસ્તારમાં રૂ.2.50 કરોડના ખર્ચે વૉર્ડ ઓફિસનું બિલ્ડીંગ બનાવશે.
Porabandar City, Porbandar | Oct 4, 2025
પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ વિવિધ વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે.પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં 13 જેટલા વૉર્ડ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે મનપાના નિયમો અનુસાર તમામ વૉર્ડ ઓફિસ ઉપલબ્ધ કરવામાં આવે છે ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 2.50 કરોડના ખર્ચે વૉર્ડ ઓફિસના બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવશે.