વઢવાણ: જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર એકતાયાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં પદયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે આજે કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઇ હતી.જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલે બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા રજૂ કરતા જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે 'એક ભારત આત્મનિર્ભર ભારત' ના સૂત્ર સાથે સાથે યોજાશે