વાલિયા: યુથ પાવર વાલિયાના અધ્યક્ષ યુવા આગેવાન રજની વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાની શુભેચ્છા મુલાકાત લેતા રાજકીય ગણગણાટ શરૂ થયો
Valia, Bharuch | Oct 7, 2025 વાલિયા તાલુકાના યુવા આગેવાન અને યુથ પાવર વાલિયાના અધ્યક્ષ રજની વસાવા,વિનય વસાવા અને કેતન વસાવાએ સોમવારના રોજ રાજપીપળા ન્યુ સર્કિટ હાઉસ ખાતે લોકલાડીલા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની શુભેચ્છા મુલાકાત કરી હતી.જેને કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે.છેલ્લા ઘણા સમયથી રાજકીય પક્ષોથી દુર રહેલા યુથ પાવર વાલિયાના અધ્યક્ષ રજની વસાવાની ધારાસભ્ય ચૈતર વસાવા સાથેની મુલાકાત આવનારા સમયમાં ઉથલપાથલ લાવે તેવી તાલુકામાં ચાલી રહેલ ચર્ચાએ જોર પકડ્યું છે.