મહુવા: મહુવામાં SMCની ટીમ પર હુમલાના કેસમાં આરોપીઓનું રી-કન્સ્ટ્રક્શન કરાયું
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં દેશી દારૂના ગેરકાયદેસર વેચાણ અંગે દરોડા દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ સાથે થયેલી મારામારીના કેસમાં આરોપીઓનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ, મહુવાના જનતા પ્લોટ વિસ્તારમાં દેશી દારૂના વેચાણ અંગે મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરી પોલીસકર્મીઓ સાથે મારામારી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ