દસાડા: સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાટડી પોલીસ મથક વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપ્યો
દસાડા તાલુકામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટિમ પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન પાટડી પોલીસ મથકના ટાઉન વિસ્તારમાં પહોંચતા બાતમી મળી હતી કે અનિલભાઈ ટ્રેટિયા નામનો વ્યક્તિ વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો છે જે બાતમીના આધારે સ્થળ પર રેઇડ કરતા પોલીસે અલગ અલગ બ્રાન્ડની નાની મોટી દારૂની બોટલો નંગ.710 જેની કિંમત રૂ.2,19,135 અને બિયર નંગ.142 જેની કિંમત રૂ.31,240 મળી કુલ રૂ.2,50,375 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો અને પાટડી પોલીસ મથકે ગુન્હો દાખલ કર્યો હતો.