ઉત્તરાયણ પર્વની હાંસોટ તાલુકામાં આજે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચ જિલ્લામાં આજે આકાશી દાવ પેંચના પર્વ ઉત્તરાયણની હર્ષોઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લામાં આકાશી પર્વ ઉત્તરાયણને લઇ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ અબાલ વૃદ્ધ સૌ કોઈ ધાબા પર ચઢી ગયા હતા. અને પતંગો ઉડાવી હતી.તો અમુક લોકો સવારના સમયે પતંગની કિન્ના બાંધીને પર્વની તૈયારીઓમાં લાગી ગયા હતા.અને ધાબા પર કાયપો જ છે ના આવજો સાંભળવા મળ્યા હતાં.