વાલિયા તાલુકાના વટારીયા ગામની જૂની સુગર કોલીનીમાં રહેતા વિજયસિંહ દગા સીસોદીયા તેઓનું મકાનના તાળાં મારી વાલિયા ખાતે તેઓના ભાઈને ત્યાં આવ્યા હતા.જેઓ ત્યાં રોકાયા હતા તે સમયે તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો.અને અંદર રહેલા સોના-ચાંદીના ઘરેણાં તેમજ 20 હજાર રોકડા મળી કુલ 1.80 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.