હાંસોટ: જિલ્લામાં વરસાદના કારણે પંડવાઈ સુગર ફેક્ટરીનું 5.50 લાખ ટન શેરડી પીલાણનું કાર્ય અટવાઈ પડ્યું
Hansot, Bharuch | Oct 30, 2025 ભરૂચ જિલ્લામાં વરસેલ કમોસમી વરસાદના કારણે ડાંગર-કપાસ સહિતના પાકોમાં નુકશાનની સાથે-સાથે સુગર ઉદ્યોગ પર પણ પ્રભાવ જોવા મળ્યો છે. પંડવાઈ સુગર ફેક્ટરીનું આશરે 5.50 લાખ ટન શેરડી પીલાણ કાર્ય હાલ સ્થગિત કરાયું છે. સામાન્ય રીતે દિવાળી બાદ ફેક્ટરીઓમાં શેરડી પીલાણની શરૂઆત થતી હોય છે, પરંતુ અણધાર્યા વરસાદને કારણે ખેતરો ભીના બની જતા ખેડૂતોને શેરડીનો પાક બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે.