ભુજ: ભીમાસર કેડીસીસી બેંક ને તાળા મારવાની ચીમકી ખેડૂત અગ્રણી ની ચીમકી
Bhuj, Kutch | Jun 27, 2026 મળતી માહિતી મુજબ, વર્ષ 2018 દરમિયાન ભીમાસર KDCC બેંક ની શાખાના 19 ખેડૂતોના ખાતાઓમાંથી તેમની જાણ બહાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. પીડિત ખેડૂતો લાંબા સમયથી ન્યાયની માંગ કરી રહ્યા છે. તો આવનારા સમયમાં ખેડૂતોને પશુપાલન લોન અને સુવિધા લોન જો નહીં આપવામાં આવે તો ઉપવાસ આંદોલન સાથે ભીમાસર કેડીસીસી બેંકને તાળા મારવાની ચીમકી ખેડૂત અગ્રણીઓ ઉચ્ચારી હતી