ગત જુલાઈ મહિનામાં બારડોલી ટાઉન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઈમરાન સૈયદ નામના વ્યક્તિના ઘરેથી ૧૨૦ કિલો ગૌમાંસ જપ્ત કર્યું હતું. આ મામલે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી: કરીમ શેખ, ઈમરાન સૈયદ, અને નીલોફર (ઈમરાન સૈયદની પત્ની)પોલીસની કડક કાર્યવાહી આ આરોપીઓ લાંબા સમયથી જેલમાં હતા. જોકે, બે-ત્રણ દિવસ પહેલા જેલમાંથી મુક્ત થયા બાદ બારડોલી પોલીસે તેમની પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખી હતી. કરીમ શેખ અને નીલોફરને પાસા હેઠળ અટકાયત કરી છે.