ગોધરા: જિલ્લાના નાટાપુર પાસે ખાનગી બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું.
મોરવા હડફના નાટાપુર ટર્નિંગ પાસે ખાનગી ટ્રાવેલ્સ અને બાઈક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મૃતક ગણેશની મુવાડી ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ગોધરાથી મોરવા જઈ રહેલી ટ્રાવેલ્સ અને સામેથી આવતી બાઈક વચ્ચે સામસામે અથડામણ થતાં દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.