મુળી: મુળી મેઇન બજારમાં રસ્તા પર ખાડા, વાહનચાલકો પર અકસ્માતનું જોખમ
મુળી મેઇન બજારમાં રસ્તા પર પડેલા મોટા ખાડાઓને કારણે વાહનચાલકો પરેશાન છે. આ રસ્તા પર તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી આવેલી હોવાથી હજારો લોકોની અવરજવર રહે છે. અકસ્માત ટાળવા માટે તંત્ર પાસે રસ્તાના સમારકામની માંગ કરવામાં આવી છે.