લીંબડી: ઝાલાવાડમાં કમોસમી વરસાદે વિનાશ વેર્યો ખેડૂતો થયા પાયમાલ પુર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ધલવાણા ગામે મુલાકાત પ્રતિક્રિયા આપી
નળકાંઠા માં માવઠા કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.BT કપાસ, 53/3 કાલા ઉભા પાકનો સોથ વળી ગયો છે તો ઘાસચારો પલળી પામતા પશુપાલકો ચિંતિત બન્યા છે.પુર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ધલવાણા ગામે 6 નવેમ્બર સાંજે 4 વાગ્યે ખેડૂતોની મુલાકાત લઇ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સરકાર પેકેજ નહી પણ સંપૂર્ણ દેવા માફ કરે. હરેશ સાંગાણી, જિલ્લા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ વિજય મેણિયા ઉકાભાઇ સોળમીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.