ગાંધીનગર: ટીંટોડા ગામના યુવક ઉપર રીલ્સ બનાવવાની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો
ટીંટોડા ગામના યુવક ઉપર રીલ્સ બનાવવાની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો. ચાર મહિના પહેલા બબાલ થયા બાદ સમાધાન થયુ હતુ, ત્યારે બે દિવસ પહેલા તુ અમારી સામે કેમ પડે છે ? કહીને યુવક સાથે બોલાચાલી કરી હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ચાર લોકો સામે પેથાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. સની અશોકજી ઠાકોર બે દિવસ પહેલા રાતના સમયે તેના ભાઇ આર્યન સાથે ગામની ભાગોળે બેઠા હતા. તે સમય બવાલ થઈ અને મારા મારી કરી હતી. પેથાપુર પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.