ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ટ્રંક લાઈન તથા પાણી-ગટરના કામોની સમીક્ષા
કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ટ્રંક લાઈન તથા બાવળા, સાણંદ અને કલોલ વિસ્તારના વરસાદી પાણીના નિકાલ અને ગટરના વિવિધ કામો વિશે સમીક્ષા બેઠક યોજાઇ હતી.બેઠકમાં બાવળા, સાણંદ અને કલોલ વિસ્તારોના વરસાદી પાણીના નિકાલ માટે સર્વે કરી, ટુંકાગાળા તથા લાંબાગાળાના ઉપાયો રજુ કરવામાં આવ્યાં હતા.