ગાંધીનગર: રાયસણ બિઝનેસ પાર્ક નજીક એક ફ્રેન્કી સ્ટેશનમાં એક સાથે બે ગેસ સિલિન્ડર માં આગ
નવરાત્રિની પ્રથમ રાત્રિએ ગાંધીનગરમાં એક મોટી આગ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં જાનહાનિ ટળી છે. રાયસણ બિઝનેસ પાર્ક નજીક આવેલા એક ફ્રેન્કી સ્ટેશનમાં એકસાથે બે ગેસ સિલિન્ડરોમાં ભીષણ આગ લાગી હતી. જોકે, ફ્રેન્કી સ્ટેશનનો કારીગર સમયસર કૂદીને ભાગી જતા તેનો જીવ બચી ગયો હતો પરંતુ, ગાડીને મોડીફાઇડ કરીને બનાવેલ ફ્રેન્કી સ્ટેશન બળીને ખાખ થઈ ગયું હતું. આ ઘટનાથી જીવતા બોમ્બ સમાન ગેસ સિલિન્ડર રાખીને અનરજિસ્ટર્ડ અને ગેરકાયદેસર ધંધા કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી.