લીંબડી: લીંબડી પંથકમાં ફરી વાહન ચોર ટોળકી સક્રિય થઈ બે બાઇકો ની ઉઠાંતરી થતાં લીંબડી અને પાણશિણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે.
ચુડા ના નવી મોરવાડ ના બળદેવ કારોલીયા તેમનુ GJ 13 AN 7706 નંબર નું લીંબડી ખડપીઠમાથી તેમનુ બાઈક ઉઠાંતરી કરી ચોરી થઈ ગયુ હતુ. આવી જ રીતે કટારિયા ગામે રહેતા દિનેશ ઘોડકીયા કટારિયા હાઇવે પર આવેલા શિવ શક્તિ પાન ગલ્લા પાસે બાઇક પાર્ક કરી નજીક આવેલા ખેતરમાં પરિવારજનો સાથે દવા છાંટવાનુ કામ કરતા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો એ તેમનુ GJ 07 AM 5352 નંબર નુ બાઈક કોઈ ઉઠાંતરી કરી લઇ ગયા હતા. બંને બાઇકોની ઉઠાંતરી ની ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે