પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સાંકી ગામ, રાજમંદીર એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નંબર B, 402, માં રહેતી 30 વર્ષીય ભારતી નામદેવ પાટીલ, બપોરે કલાક 1.30 થી 2.45 વાગ્યાના અરસામાં પોતાના ફ્લેટના રૂમમાં સાડીની પટ્ટી વડે પંખા સાથે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. મૃતકના પતિનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું હતું, જેના કારણે ભારતી પાટીલ છેલ્લા ત્રણ વર્ષથી એકલવાયું જીવન જીવી રહ્યા હતા. પોલીસે નોંધ્યું છે.