નડિયાદ: ભૂમેલ બ્રિજ પાસે લક્ઝરી બસમાં આગ લાગતા અફરાતફરી મચી.
નડિયાદ આણંદ રોડ પર ભૂમેલ રેલવે બ્રિજ પાસે ખાનગી લક્ઝરી બસમાં મોડીરાત્રી અચાનક આગ લાગી હતી. આ લક્ઝરી બસ પાવાગઢ થી બાવળા જઈ રહી હતી તે દરમિયાન અચાનક ભૂમિલ બ્રિજ પાસે બસમાં આગ લાગતા અફરા-તફરિ મચી હતી. જોકે ડ્રાઇવરે સમય સૂચકતા વાપરી પેસેન્જરને બસમાંથી ઉતારી દેતા મોટી જાનહાની ટળી છે. આગ કયા કારણોસર લાગી તે અસ્પષ્ટ છે. પરંતુ આ આગમાં સમગ્ર લક્ઝરી બસ બળીને ખાખ થઈ ગઈ.