ગોધરા: ગોધરા તાલુકાના કાંસુડી ગામમાં ૨૮ વર્ષીય પરિણીતાનું કૂવામાં પડી જવાથી મૃત્યુ.
ગોધરા તાલુકાના કાંસુડી ગામમાં ૨૮ વર્ષીય ઈલાબેન કલ્પેશભાઈ બારીયાનું ઘર સામે આવેલા કૂવામાં પડી જવાથી કરુણ મૃત્યુ થયું હતું. ૭ મેના રોજ બપોરે બનેલી આ ઘટનામાં તેમને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ તેમનું અવસાન થયું હતું. બનાવ અંગે પ્રવિણભાઈ બળવંતભાઈ પટેલે ગોધરા શહેર ‘એ’ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે એડી નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવાન પરિણીતાના અકાળ અવસાનથી પરિવાર અને ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.