ગોધરા: જિલ્લા કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રણનીતિ તૈયાર, કોગ્રેસ પ્રમુખે માહિતી આપી
પંચમહાલ જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક આજે પંચમહાલ ખાતે યોજાઈ હતી, જેમાં આગામી ચૂંટણીઓ માટેની રણનીતિ અને ઉમેદવારોની પસંદગી અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને પંચમહાલ જિલ્લાના પ્રભારી અશોકભાઈ પંજાબીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વરિષ્ઠ આગ