દસ્ક્રોઈ: 4 વર્ષથી ફરાર છેતરપિંડીનો આરોપી અમદાવાદના નારોલમાંથી ઝડપાયો, ગાંધીનગર LCBની મોટી સફળતા
4 વર્ષથી ફરાર છેતરપિંડીનો આરોપી અમદાવાદના નારોલમાંથી ઝડપાયો, ગાંધીનગર LCBની મોટી સફળતા ગાંધીનગર જિલ્લામાં નાસતા ફરતા ગુનેગારો સામે ચાલી રહેલી ખાસ ઝુંબેશ હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ મોટી સફળતા મેળવી છે. ડભોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત, છેતરપિંડી અને કૂટલેખનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર અનિલભાઈ કાળુભાઈ પરમારને અમદાવાદના નારોલ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે કાર્યવાહી કરીને પોલીસે આરોપીને