રાજુલા: રાજુલા તાલુકાનો કડીયાળી–ભેરાઈ–પીપાવાવ રોડ થશે ૧૦ મીટર પહોળો-વાહનચાલકોને મળશે રાહત, વિકાસનો નવો રસ્તો ખુલશે
Rajula, Amreli | Nov 13, 2025 રાજ્ય સરકાર દ્વારા માર્ગોના નવિનીકરણ અને રિસર્ફેસીંગના ભાગરૂપે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કડીયાળી–ભેરાઈ–પીપાવાવ રોડને ૧૦ મીટર પહોળો બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. હાલના ૭ મીટર પહોળા સી.સી. રોડનું નવીનીકરણ અને વિસ્તરણ કામ પ્રગતિ પર છે. નવો રસ્તો તૈયાર થતા પીપાવાવ પોર્ટ, રામપરા તથા ભેરાઈ સહિત આસપાસના ગામોના વાહનચાલકોને સુવિધા અને સુરક્ષામાં વધારો થશે.