ગોધરા: શહેરના લુણાવાડા રોડ પર આવેલા લુહાર ફળિયામાં રહેતા આધેડ એસઆરપી ગ્રુપના પ્રાંગણમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા.
ગોધરા શહેરના લુણાવાડા રોડ પર લુહાર ફળિયામાં રહેતા 35 વર્ષીય જયેશ રણજીતભાઈ લુહારનો મૃતદેહ એસઆરપી ગ્રુપના પ્રાંગણમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. તેઓ ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા હતા અને શોધખોળ છતાં મળ્યા ન હતા. તા. 26 એપ્રિલે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ તેઓ દીવાલ કૂદી અંદર ગયા હોવાનું માનવામાં આવે છે. બનાવ અંગે બી ડિવિઝન પોલીસમાં અકસ્માતે મોતની નોંધ થઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે અને પોલ