ભુજ: GIDC માંથી શંકાસ્પદ કેબલ વાયરો સાથે એક શખ્સ ઝડપાયો
Bhuj, Kutch | Apr 10, 2026 GIDC માંથી શંકાસ્પદ કેબલ વાયરો સાથે એક શખ્સ ઝડપાયો પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુજ GIDC વિસ્તારમાંથી ઇમરાન ઉર્ફે મીઠુ ગગડાને આધાર-પુરાવા વગરના ૧૨૦ કિલો તાંબા-એલ્યુમિનિયમના વાયરો સાથે ઝડપી પાડ્યો છે. આશરે ₹૨૪,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.