ગોધરા: ગોધરામાં વધતા તાપમાનનો પ્રભાવ : બપોરના સમયે ગોધરા-વડોદરા હાઇવે પર વાહનોની અવરજવર ઘટી
ગોધરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. શહેરમાં તાપમાનનો પારો ઊંચો જતા લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તેની અસર ગોધરા-વડોદરા હાઇવે રોડ પર પણ જોવા મળી હતી, જ્યાં સામાન્ય દિવસોની સરખામણીએ બપોરના સમયે વાહનોની અવરજવરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ કરીને બપોરના કડકડતા તડકામાં હાઇવે પર વાહનોની સંખ્યા ઓછી જોવા મળી હતી.ગરમીથી બચવા લોકો જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે