વિજાપુર: વિજાપુર કુકરવાડા ઉબખલ સાગરદાણ ફેકટરી દરવાજા પાસે હાથ ઉછીના આપેલા પૈસાની ઉઘરાણી કરી ત્રણ ઈસમો માર મારતાં ફરીયાદ
વિજાપુર કુકરવાડા ઉબખલ સાગર દાણ ફેકટરી નજીક ચિરાગ રાવળ નામના યુવકે કનુજી બારડ અને તેમના ભાઈઓ પાસેથી અલગ રૂપિયા 15000/- હાથ ઉછીના લીધા હતા. તેની ઉઘરાણી ને લઈને ગુરુવારે સાંજે તકરાર કરી યુવકને મારમારતા પોલીસ મથકે ચિરાગ રાવળ એ ત્રણ સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ શુક્રવારે સાંજે પાંચ કલાકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.