જમડા માધ્યમિક શાળામાં તાજેતરમાં એક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભાગ લેનાર બાળકોએ પોતાની મનપસંદ વાનગીઓ બનાવીને રજૂ કરી હતી. આ પ્રવૃત્તિ દ્વારા તેમની રસોઈ કૌશલ્ય અને સર્જનાત્મકતા પ્રદર્શિત થઈ હતી.