કડી: કડી તાલુકાના કાસવા ગામે ઠાકોર સમાજ ની એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ, કડી તાલુકાની 8 ટીમોએ ભાગ લીધો
Kadi, Mahesana | Oct 25, 2025 25 ઓક્ટોબર ના રોજ કડી તાલુકાના કાસવા ગામે ઠાકોર સમાજ ની એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.કડી તાલુકાના કુલ 8 ગામની ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.સવારે 8:00 વાગ્યાથી ટુર્નામેન્ટ શરૂ થઈ હતી.ઠાકોર સમાજની એકતા બની રહે તેમજ સમાજ માં ક્રિકેટ ની રમતમાં તાલુકાનાં પ્રતિભાશાળી ખેલાડી ને લોકો ઓળખી ભવિષ્યમાં મોટું પ્લેટફ્રોમ મળી રહે તે માટે આવી ટુર્નામેન્ટ યોજવામાં આવે તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.સાંજે ફાઈનલ મેચ રમાઈ હતી.