અંકલેશ્વર: ઓ.એન.જી.સી.થી ભરૂચી નાકા સુધીના નવા સહિત અન્ય 9 માર્ગોના નવીનીકરણનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના ઓ.એન.જી.સી.થી સંતશ્રી ખેતેશ્વર સર્કલથી ભગવાન બિરસા મુંડા સર્કલ,ભરૂચી નાકા સુધીના નવા સહિત અન્ય 9 માર્ગોના નવીનીકરણનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.6 કરોડથી વધીને ખર્ચે માર્ગો અને સિનિયર સિટીઝન ગાર્ડનનું 90 લાખના ખર્ચે રીનોવેશન કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.